STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

તંબુરો

તંબુરો

1 min
197

હાથમાં આવશે બસ....તંબુરો

હાય પૈસો લાય પૈસો

છતે પૈસે છે અધૂરો..

હાથમાં આવશે બસ...તંબુરો


લોભ લાલચની લાગી લગની

માયા નામે ચાલે મુજરો.

હાથમાં આવશે બસ....તંબુરો


સામે દર્પણ ઝૂઠાબોલો

દેખાડો ને બસ દેખાડો

હાથમાં આવશે ..બસ.....તંબુરો


એક ને મૂકો બીજા લાવો

સરખે સરખા જેને બેસાડો

હાથમાં આવશે...બસ.... તંબુરો


સફેદ કપડું..મુઠ્ઠી ખાલી

લાકડા ને બસ થોડું ઘી

બીમો મોટી જલ્દી જલાવો...

હાથમાં આવશે બસ......તંબુરો


દિલની વાતો દિલમાં ધૂણે

કળિયુગનો પગપેસારો

ખાલી હાથમાં આવશે બસ..તંબુરો


આવડે છે કે નહીં વગાડતા ?

વગાડ્યા છે કોઈ વાજિંત્રો ?

વગાડતા જરા જલ્દી શીખજો

હાથમાં આવશે બસ....... તંબુરો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract