તળપદી કવિતા
તળપદી કવિતા
હલ્યા'સો ચ્યો હડિયુંબ કાઢી હલ્યા'સો ચ્યો,
હાસુ કેઝો હાસુ કેઝો ઝાવું સે ક્યોં ?
ઝોવા બેહું તો લાગો રૂપાળાં;
ત ઈ વાતોમાં કાં લાગો ભમરાળાં,
હારા માણહનું તારી હારે ખ્ખોદ જ્યો.
હાલ્યા'સો...
ઘેલી નથી હું તો ધેલી નથી,
તારી તે ઝેમ હું ચસકેલી નથી.
કીધું ઝો એમ તો ખોટું લાગ્યુ'સ લ્યો !
હલ્યા'સો...
