STORYMIRROR

Rajdip Parmar

Abstract

3  

Rajdip Parmar

Abstract

તે કોણ છે જે મને ડરાવે છે

તે કોણ છે જે મને ડરાવે છે

1 min
202


રસ્તે રસ્તે તો મારા મૃત્યુ ચાલે છે 

તે કોણ છે ? જે મને ડરાવે છે,


માનવી હું, રણમાં મળે પાણી ક્યારેક જેવો

જેવો તેવો તો નથી બધે મળી જાય એવો,


ઘરની બહાર નીકળે તો ખબર પડે 

નહીંતર તો ઘરમાં બસ ઊંઘ જ ચડે,


અનુભવી બનવું તે જ મોટી વાત કહેવાય 

વગર અનુભવ વગર માનવી તને શું કામ દેવાય,


પોતાના પોતાના કહીને તો રાજદીપ ક્યારેય ન જીવાય 

જો જીવાય તો પછી બધું જ અંતે મારું ન કહેવાય,


પૈસો પૈસો કરી ઘમંડમાં બધું જ હરાવે છે 

પૈસો વેરવિખેર કરી સંબંધ જ બગાડે છે,


હું એકલો તો નથી હું તો મારી સાથે હંમેશા રહું છું 

મારી એકલતા જ મને સાથ આપે પછી એકલો ક્યાં હું ?


રસ્તે રસ્તે તો મારા મૃત્યુ ચાલે છે 

તે કોણ છે, જે મને ડરાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract