Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip dineshbhai

Children

3  

Rajdip dineshbhai

Children

ભર ઉનાળું શું કરવું છે ?

ભર ઉનાળું શું કરવું છે ?

1 min
7


ભર ઉનાળુ શું કરવું છે ?

ઘરમાં રહીને બસ ગરમીથી બચવું છે 

ધીમે ધીમે વધતી ગરમીનું કારણ શું ?

ખબર બધાને પણ ખાલી છુપાઈ જવું છે 


કર્યા અખતરા કુદરતમાં 

આ કરીશું તો શું થશે ? તે કરીશું શું થશે ?

ભોગવ હવે તું , તારે અહીંથી ક્યાં જવું છે ?


હું તો પીગળી રહ્યો જાણે મીણની જેમ 

સત્ય તો છે કે એક દિવસ બધાને મરવું છે

બીજાને મારીને તારે શું લેવું છે ?

તારે બીજાને મારવું છે તો તારે પણ નક્કી મરવું છે


છાનો માનો ઝાડવા લગાવ 

તારે આવતી પેઢીને શું શીખવવુ છે ?

આવી મારામાં તું ક્યાં છુપાઈ જઈશ 

મારે પણ ક્યાંક છટકવુ છે 


તું શું કરીશ ? તારે શું કરવું છે ?

પ્લાસ્ટિકના વૃક્ષ લાવી ઘરમાં 

મૂર્ખ બની ઓક્સિજનના ભ્રમમાં રહેવું છે 


મારે કોઈ પાર્ટીનો નેતા નથી બનવું 

મારે પ્રદૂષણનું સફાઈ કામદાર બનવું છે 

મારે વૃક્ષોના મિત્ર બનવું છે 



Rate this content
Log in

Similar gujarati poem from Children