STORYMIRROR

Rajdip dineshbhai

Romance Tragedy Others

3  

Rajdip dineshbhai

Romance Tragedy Others

તારી યાદોની આત્મા

તારી યાદોની આત્મા

1 min
5

હજુ પણ ગામડાની ગલીઓમાં મળે છે 

પાછી દેખાતી પણ નથી તારી યાદોની આત્મા,


બોલતી નથી કે સાંભળતી પણ નથી

જૂની યાદને તાજા કરે છે તારી યાદોની આત્મા,


ભણેલી નથી છતાં શીખવાડે છે ઘણું 

દૂરી અને નજદીકનું અંતર બતાવે છે તારી યાદોની આત્મા,


વીતેલા સમયમાં કોઈ જઈ શકતું નથી 

ને તે જઈને મને યાદ કરાવે છે તારી યાદોની આત્મા,


જે થયું જ નથી તેને બતાવે છે 

જાણે કે AI બની ગઈ છે તારી યાદોની આત્મા,


રાત્રે સૂતા સપનામાં બહુ સતાવે છે 

સવારે ઊઠવા દેતી જ નથી તારી યાદોની આત્મા,


તું કેવી છે ? તું ક્યાં છે ? તે નથી બતાવતી 

ફક્ત મારામાં તારો ચહેરો છોડી જાય છે તારી યાદોની આત્મા,


લાગે કે હાથમાં આવી ગઈ તું 

બસ પેલી પરીઓની વાર્તાઓને યાદ કરાવે છે 

તારી યાદોની આત્મા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance