સ્વચ્છતા
સ્વચ્છતા


સ્વચ્છતા મારું નામ છે,
કહેવી છે આજે મારે પણ એક વાત
ફરી ઘરની આજે હું સદસ્ય બની,
રસ્તાઓ ફરી આજે હું ગુંજી ઉઠી,
મારા નામ સાથે ફરી
મહોલ્લો ઝૂમી ઉઠયો,
રસ્તાની દિવાલ પર
મારું નામ અંકિત કરવામાં આવ્યું,
આજે ફરી મને નવું સ્થાન મળ્યું,
બસ આટલી તો કહેવી હતી વાત.