સરકાર છે
સરકાર છે
આમ તો બધું ચાલ્યા કરે, સરકાર છે !
કદી’ વાએ વહાણ તરે, સરકાર છે !
દિન-રાતની રમતો હોય છે રમાતી,
પૃથ્વીની જેમ ચક્કર ફરે, સરકાર છે !
લૂંટ, ભ્રષ્ટાચાર, કિન્નાખોરી ને માથે ગોરખધંધા,
કોણ જાણે ક્યાં જઈ સરે ? સરકાર છે !
જોઈ સારું સારું, ભાઈ મુખથી પડે લાળ,
તોયે મદદનું બહાનું ધરે, સરકાર છે !
‘સાગર’ એમાં વ્હાલાં-દવલાં હોય ન કશું,
જ્યાંથી મળે, જઈ ત્યાં ચરે, સરકાર છે !
