STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ર૩

સરદારનું ગીત - ર૩

1 min
497

લડતનો પડકાર (ઈ,સ, ૧૯ર૧)

બન્યા હરખઘેલા છે, માણસો ખૂબ આજ રે;

તલપાપડ છે થાય, મેળવવા સ્વરાજ રે,

વિદેશી કપડાં બાળી, ખાદી સ્વીકાર થાય રે;

આભડછેટનો નાશ, હળીમળી કરાય રે,


હિંદુ-મુસ્લિમની વચ્ચે, ઊભો કરાય સંપ રે;

જોયું જ્યાં સરકારે આ, આવી ગયેલ કંપ રે,

માનવ મનનો અગ્નિ, છે ફાટી નીકળેલ રે;

સત્તાને છે લડાઈનો, પડકાર કરેલ રે,


જાળવવા અહિંસાને, લેવડાવેલ ટેક રે;

સ્વરાજ પામવા માટે લેવો મારગ નેક રે,

સત્યાગ્રહ કરી લેવા, ઝંખે આણંદ ગામ રે;

બારડોલી બની બેઠું, એમાં હરીફ ધામ રે,


કર્યું વલ્લભભાઈએ, બારડોલી પસંદ રે;

રેંટિયા ત્યાં થયા ચાલુ, ખોટા થયા ન ફંદ રે,

બંધ કરી મહેસૂલ, સત્યાગ્રહ કરેલ રે;

જમીન ખાલસા માટે, તૈયાર થૈ’ ગયેલ રે,


સ્વરાજ કાજ તૈયાર, છે થવાને ખુવાર રે;

થવાનો જેલમાં કેદ, હર્ષ હૈયે અપાર રે,

કોઈ પ્રકારે જોઈ ન, સરકારી દબાણ રે;

હવે ચલાવવા જાતે, આ દેશનું વહાણ રે,


માણસો બારડોલીના, સાદા-ભોળા ગણાય રે;

કજિયાખોર-તોફાની, તેઓને ન મનાય રે,

ન મોજ-શોખની રાખે, જરાયે દરકાર રે;

સ્વદેશી બનવા પૂરાં, મથે છે નર-નાર રે,


લડાઈમાં ગયાં જામી, પ્રજા ને સરકાર રે;

કોઈ લૂંટાય કો’ લૂંટે, કેવો છે અવતાર રે,

ચૌરીચૌરા ગયું ધ્રૂજી, લોકો થ્યા વિકરાળ રે;

પોલીસોની કરી હત્યા, બની ગયેલ કાળ રે,

**

ગાંધીને ન ગમી હિંસા, બંધ લડતને કરી;

અહિંસા દેશનો ધર્મ, એના માટે ભલે મરી.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract