Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - પ૩

સરદારનું ગીત - પ૩

1 min
624


મુક્તિમાં કામ (ઈ,સ, ૧૯૩૪-’૩પ)

મુંબઈમાં રહી થોડો, આરામ મેળવેલ રે;

ગાંધીને મળવા માટે, કાશી પોં’ચી ગયેલ રે,

કાશી ઊપડવા ટાણે, સંદેશો મોકલેલ રે;

સાથીઓને લખે તેમાં, આદેશો ગજવેલ રે,


વીર યોદ્ઘા કસાયેલા, મિથ્યા ન સપડાય રે;

મૂંગી સેવા કરી એનાં, મીઠાનુભવ થાય રે,

વેપારીને કિસાનોની, મદદનું કહેલ રે;

વેપારીઓ વધાવે છે, તેઓની ટહેલ રે,


બેઠી સમિતિઓ થાય, એવો વિચાર થાય રે;

પ્રમુખપદના હોદ્દે, પ્રાંતિકમાં રખાય રે,

આતુરતા હતી ખૂબ, આવવા ગુજરાત રે;

ઈન્તેજાર હતો સાથે, મળવા જગતાત રે,


ગુજરાત પહોંચીને, લોકો વચ્ચે ફરેલ રે;

બદલાની કદી આશા, ન રાખવા કહેલ રે,

સ્વાશ્રય-કામની વાત, બધે કરી રહેલ રે;

લોકોને હામ બંધાવી, નીડરતા બક્ષોલ રે,


અન્યાય થાય કો’ને ન, એનું ધ્યાન રખાય રે;

કલ્યાણ આપણું સૌનું, આપણા હાથ થાય રે,

મોહનલાલ પંડયાનું, અવસાન થયેલ રે;

એના આઘાતમાં તેઓ, ગમગીન બનેલ રે,


રહ્યા પાંત્રીસની સાલે, બીમાર સરદાર રે;

નાકના કરતા રહ્યા, સામાન્ય ઉપચાર રે,

કમળો મહિનો રહ્યો, જામી હરસ જાય રે;

હરસ કરવા દૂર, ’ઓપરેશન’ થાય રે,


હેન્રી કેક કહે દેવા, તંત્ર જવાબદાર રે;

અંગ્રેજોની ખરી નીતિ, બતાવે સરદાર રે,

આપવી પડશે ભૂમિ, ખેડુની પડવેલ રે;

રોજર લમલીને એ, છાતી ઠોકી કહેલ રે,

**

કઠણ મારગે લોકો, નાસીપાસ ન થૈ શકે;

રાખે સભાન લોકોને, વાણીના હર ઝાટકે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract