STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૮

સરદારનું ગીત - ૮

1 min
495

વકીલાતના પ્રસંગો (ઈ,સ, ૧૯૦૦થી,,,)

રેલ્વેના એક પોલીસ, જેનો થયેલ કેસ રે;

લાકડાંની કરી ચોરી, નોકરે ચોર વેશ રે,

પુરાવા કાજ શોધે છે, કોઈ સજા થયેલ રે;

પુરાવો જો મળી જાય, તો તેને થાય જેલ રે,


કહ્યું વલ્લભભાઈએ, નવ માસ કબૂલ રે;

વાત સમજવામાં આ, કરે વકીલ ભૂલ રે,

કરી વલ્લભભાઈએ, જોરદાર દલીલ રે;

મળે મા-પેટની જેલ, હો’ જજ કે અસીલ રે,


સાક્ષી સામે અરીસો લૈ, જજ વડે મુકાય રે;

કેમ વલ્લભભાઈથી, આ અનિષ્ટ સહાય રે,

તેઓએ જજને આજે, લાવી દીધેલ ભાન રે;

તે દિનથી કદી’ કો’નું, કર્યું નૈ અપમાન રે,


હકૂમત બરોડાની, રાજા પુત્રવિહીન રે;

રાજા મરી ગયો ત્યારે, રાણી થયેલ ખિન્ન રે,

પ્ર-સૂતિના બહાનાથી, પુત્ર લીધેલ સોડ રે;

દિયરજી કરે વાંધો, નવો આવેલ મોડ રે,


નથી ઓધાન રહ્યાં તો, કયાંથી જન્મે સપૂત રે;

પુત્ર મર્યો જણાવીને, કરાવી સમજૂત રે,

પોલીસ લાલચો આપે, રાજા ગુલાબ કાજ રે;

પણ વલ્લભભાઈ તો, સૂણે નૈ એ અવાજ રે,


એક મુનસફે આવી, દ્વાર બંધ કરેલ રે;

તેથી બધા વકીલોને, અગવડ પડેલ રે,

તેનો વલ્લભભાઈએ, બહિષ્કાર કરેલ રે;

ને બંધ દ્વાર ખોલીને, સમાધાન થયેલ રે,


કેસમાં વ્યભિચારના, ભારે થઈ રમૂજ રે;

કલેકટરને આપી, તેઓએ સૂઝબૂઝ રે,

કલેકટર તો રહ્યો, દારૂમાં ચકચૂર રે;

શિરસ્તેદારને પાઠ, ભણાવ્યો ભરપૂર રે,

**

કોઈ સામે કદી’ તેઓ, જરા પણ ન ઝૂકતા;

નિજ જ્ઞાન કસીને જ, હોડમાં ખૂબ મૂકતા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract