Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૬૩

સરદારનું ગીત - ૬૩

1 min
454


ત્રિપુરી (ઈ,સ, ૧૯૩૯)

કોંગ્રેસ ત્રિપુરી થાય, નો’તા મોહનદાસ રે;

રાજકોટે હતા ચાલુ, તેઓના ઉપવાસ રે,

જેલ સિવાય કોંગ્રેસે, પ્રથમ ન ગયેલ રે;

ને સરદારને તેણે, હર્ષથી મોકલેલ રે,


પ્રમુખપદ માટેની, હરીફાઈ થયેલ રે;

સુભાષબાબુની સામે, ડો,પટ્ટાભી રહેલ રે,

ચૂંટણીમાં વિજેતા થૈ, સુભાષબાબુ જાય રે;

આવા કારણ ગાંધીને, હર્ષ ને દુ:ખ થાય રે,


રથ બાવન હાથીનો, સ્વાગતમાં રહેલ રે;

સુભાષબાબુ આ ટાણે, બિમાર થૈ ગયેલ રે,

કામચલાઉ દોદ્દાએ, મૌ,અબુલ કલામ રે;

અધિવેશનનું તેણે, ખંતે કરેલ કામ રે,


ઠરાવ કરવા ટાણે, થયો શોરબકોર રે;

જવાહર કરે યત્નો, રાખવા શાંત દોર રે,

બધા ઠરાવ બાકીના, થઈ ગયા પસાર રે;

અધિવેશન પૂરું થ્યું, વીતી જાણે બહાર રે,


સુભાષબાબુની આંખે, ખટકે સરદાર રે;

રહી ગયેલ તેઓમાં, કડવાશ અપાર રે,

સુભાષબાબુના ભાઈ, શરદબાબુ બોઝ રે;

પત્ર લખેલ ગાંધીને, ક્રોધથી એક રોજ રે,


સરદારે દઈ દીધો, એનો લાંબો જવાબ રે;

જવાહરે દઈ સાથ, જાણે આપેલ છાબ રે,

ગાંધી-સુભાષની વચ્ચે, ઘણી થૈ વાતચીત રે;

ને સમાધાનની એમાં, ન પકડેલ રીત રે,


સુભાષબાબુએ તેનું, રાજીનામું લખેલ રે;

પછી કોંગ્રેસની સામે, વિરોધમાં રહેલ રે,

શિસ્તભંગ થયો એનો, ઠરાવ ત્યાં કરેલ રે;

સુભાષબાબુને તેની, સજા મળી ગયેલ રે,

**

જંગ કોંગ્રેસ સામેનો, માંડેલ રોષ રાખતા;

ને સરદારની માથે, બધો રોષ ઉતારતા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract