સમય
સમય
1 min
256
વિતકની ગત વિતક જાણે,
ક્યાંક સમયમાં ખોરવાયેલ હતા,
ક્યાંક સાથ માટે તડપે તો,
ક્યાંક સાથ આપી હસતું,
ક્યાંક હાથ છૂટતા ટૂટી જાતું,
ક્યાંક મળતા રાજી થાતું,
ક્યાંક સમય રેતીની જેમ સરકતો,
ક્યાંક સમયની બલિહારી થાતી,
ક્યાંક રાહમાં કાંટા વેરાતા તો,
ક્યાંક ફૂલોની સેજ પથરાતી,
ક્યાંક દિલમાં હતી વ્યથા તો,
ક્યાંક ખુશીનાં આંસુ છલકાતાં,
ક્યાંક સુખનો છાંયડો તો,
ક્યાંક દુઃખનો વાયરો હતો,
ક્યાંક પ્રેમમાં પાગલ હતું,
ક્યાંક નફરતની દાહમાં હતું,
ક્યાંક રામ, શ્યામને ભજતું,
ક્યાંક એના ભરોસે જીવન ધસતું,
પાર હવે કર્મ કે ભકિત કરે,
ક્યાંક એમ વિચારી ભજતું,
ક્યાંક સમય કરશે બેડો પાર,
મન સમજાવી જીવન એમ ધબકતું.