સમી સાંજે માનું ઈશ્વરનો આભાર
સમી સાંજે માનું ઈશ્વરનો આભાર
સાંજે માનીએ પ્રભુનો આભાર,
જેને આપી ખુશી અપરંપાર,
શ્વાસો આપ્યા ધડકન આપી,
આપ્યા એને પોતાના અપાર,
હવા આપી ફળ ફૂલ આપ્યા,
ખુશીની ક્ષણો આપી જેને અપાર,
આનંદ આપ્યો ખુશી આપી,
જેને હૈયે આશા જગાવી અપાર,
ઉજાસ આપ્યો પ્રકાશ આપ્યો,
જેને દૂર કર્યો નિરાશાનો અંધકાર,
વાણી આપી શબ્દો આપ્યા,
જેને બુદ્ધિ શક્તિ આપી અપાર,
શમણાંઓ આપ્યા, વિચારશક્તિ આપી,
સાકાર કરવા આપી, એને આપી સવાર,
આભ આપ્યું, વર્ષા આપી,
જેને આપ્યા નદી, સમંદર ને સરોવર,
દિલમાં પ્રેમની રંગોળી પૂરી,
હૈયે પ્યાર ભર્યો એને ભરપૂર,
મહેકતો રાખ્યો એને ઈચ્છાઓનો બાગ,
પતઝડ પછી આપી એને વસંત બહાર,
સજીવસૃષ્ટિમાં આપ્યો હૈયાનો ધબકાર,
એ જ છે સમગ્ર વિશ્વનો પાલનહાર,
એક સમી સાંજે માનું હું ઈશ્વરનો આભાર,
જે છે મનુષ્યના જીવનનો દાતાર.