શું કરી લઈશ
શું કરી લઈશ
તું ચલાવી શબ્દ બાણ,
મારા હૃદયને ચીરી શકીશ,
ધૃણિત નજરોના તારા ખંજરથી,
મારા ચિત્તને ચુંથી શકીશ,
કપટ રચી ઘેરા અંધકારમાં,
મારા ભાવીને ધકેલી દઈશ,
પરંતુ તક મળ્યે સૂર્યની જેમ,
હું ફરી ઉદય પામીશ,
ફરી ઉદય પામીશ,
તું ફેલાવી જુઠાણાની હવા,
મારા ચરિત્રને લાંછન લગાવીશ,
ઈર્ષિત કલમની કાળી શાહીથી,
મારા ઈતિહાસને કલંકિત કરાવીશ,
તારા ક્ષુદ્ર કપટ કારસ્તાનોથી,
ક્ષણભર મને રોકી શકીશ,
પરંતુ તકમળ્યે બીજચંદ્રની જેમ,
હું આગળ વધતો રહીશ,
વધતો રહીશ,
ઊડાવ આરોપોનો કાદવ,
ધૂળ બની ઊડતો રહીશ,
દે મને જખ્મ હજાર,
લોહી બની સરકતો જઈશ,
કરી દે મને ભસ્મ,
પવન જોડે વહેતો રહીશ,
પ્રશાંત, હું
નિરંતર,
અવિરત,
વણથંબ,
વધતો રહીશ.