શિખામણ
શિખામણ
એક બાજુ દારૂ, એક બાજુ કોલા,
એથી તો શરીર થઈ ગયાં પોલાં,
જવાની જગ્યાએ ફેંકયા હોય બોંબ,
પછી જયાં જાય ત્યાં ખાય હડદોલાં,
વ્યસન કામ ન કરવાનું થયું,
કરવું પડે કામ તો ખાય ઝોલાં,
આવે જરૂરિયાતે કરી મોં વીલું,
પછી તારે ને મારે કેટલાં તોલાં !
મન કહે ‘સાગર’ હદમાં રહે,
હદ બહાર કૂતરાં છોડે ગોલા.
