STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

સેવા યજ્ઞ

સેવા યજ્ઞ

1 min
263

શ્વાસ અને વિશ્વાસની કોરોના સામેની લડાઈ આરપાર છે

આફત છે ઘણી જ મોટી અને ઘણો મોટો પડકાર છે,

 

આ આફત સમયે લડાઈ લડવા માટે ખુલ્લી ગયા છે ઘણા બધા મોરચા

આપણી ‘સેવા’ની છે સંસ્કૃતિ, એ આફતના આ સમયે કરવાનું પુરવાર છે,

 

સામાજિક, ધાર્મિક અને ઉદ્યોગ ગૃહોએ ચાલુ કર્યા છે સેવાયજ્ઞો પોતાની રીતે

દરેકના પ્રયત્નો છે જારી, દરેકે ખોલી નાંખ્યા લોકસેવાના દરબાર છે,

 

સરકાર, કોરોના વોરિયર્સ અને સેવાભાવી સંસ્થાઓના સંયુકત પુરુષાર્થથી

કોરોનાના આ વિકરાળ રાક્ષસને આપવાની હાર છે,

 

કલમ મારફતે આપણે પણ ધૂણી ધખાવવાની છે સેવા અને લડાયક મિજાજની

હૈયે રાખજો હામ એટલી કે આપણી સાથે પરવરદિગાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract