સાથ
સાથ
આનંદ કરું કે અફસોસ સહી લઉં, વાત સમજાતી નથી.
રહી રહીને મન ને ઘણું પજવતી એ ઘાત સહેવાતી નથી...!
સફળતાની ઇમારતના ચણતરમાં જોયા કર્યું આ આંખોથી..
મથી રહેલ મિત્રોની ટોળીમાં જૂજ હાજરી લોહીની હતી..!
ઉણપ રહી કોઈ મારી કે શુષ્કતા એમની નબળાઈ હતી...?
છે રંજ એનો કે હજુ એ મૌન કેરી વાત પરખાતી નથી...!
પ્રેમે મઢેલા દોસ્તોની સાથે મીઠા હતા એ સાથના સહારા...
પામ્યો મંજિલ આ 'મેળ'થી પણ બાદબાકી કળાતી નથી..!
રહેશે અહર્નિશ એ હૃદયમાં ગોઠિયા બંધુઓ આ સમયના..
થોડા ભલે પણ, એ પણ હતા ત્યાં 'મારા' સગા એ તનના..!
બાકીના રહ્યા મૌન, ભલે કોઈ ખાસ આવેગે કે પ્રવાહે ભલા..
હતા સાથ સ્નેહીઓ, એની હવે કોઈ 'વાત' વિસરાતી નથી !
