ૠતુ આવી શરદ મજાની
ૠતુ આવી શરદ મજાની
ઠંડા પવન સંગ ઠંડક પ્રસરાવે ૠતુ શરદ મજાની,
લાવે ફૂલ ગુલાબી તાજગી ૠતુ શરદ મજાની,
ખીલે છે ફૂલડાં કેવા મસ્ત મજાના,
રોનક અનેરી લઈ આવે આ ૠતુ શરદ મજાની,
લાવે ફૂલ ગુલાબી તાજગી ૠતુ શરદ મજાની,
નયન જોતાં રાહ સવારે ઊગતા ભાણની,
મધુર સંગીત ગાવે કોયલ ૠતુ શરદ મજાની,
લાવે ફૂલ ગુલાબી તાજગી ૠતુ શરદ મજાની,
તપણાં સાથે મળે જો હૂંફ હૈયાની,
રોનક જિદગીમાં લાવે સદા ૠતુ શરદ મજાની,
લાવે ફૂલ ગુલાબી તાજગી ૠતુ શરદ મજાની,
હરખ હૈયા જોઈ મોસમ આ મજાની,
તન, મનને અતિ બહેકાવે આ મોસમ મજાની,
લાવે ફૂલ ગુલાબી તાજગી ૠતુ શરદ મજાની,
મોસમ માણીએ હવે મિત્રો મનભરી
' રાજ ' રોનક હૈયામાં લાવે ૠતુ શરદ મજાની.
