STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

3  

'Sagar' Ramolia

Abstract

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
392

રાખડીમાં બહેનનો પ્રેમ પારાવાર,

આવ્યો આજ રૂડો રાખડીનો તહેવાર,


હાથમાં કંકુ-ચોખા-મીઠાઈ લઈ આવી,

મનમાં તેના સ્નેહવર્ષા અનરાધાર,


હૃદયોલ્લાસે બહેન પ્રભુને પ્રાર્થે,

ભઈલા મારાને આંચ આવે ન લગાર,


વેપાર આજનો આનંદ લેવા-દેવાનો,

બહેન-ભાઈ કરે જાણે આભે વિહાર,


‘સાગર’ એક સાદા સૂતરના તાંતણે,

અતૂટ બંધને બંધાયો આખો સંસાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract