STORYMIRROR

Mrugtrushna Tarang

Abstract Inspirational

3  

Mrugtrushna Tarang

Abstract Inspirational

રે પરી !

રે પરી !

1 min
222

રે પરી, મોગર બનું કે બનું તું ગુલાબી કળી !

વગર મળ્યે તને તું તો, મનમાં જ મારાં ખૂબ હળીભળી !

કે,

તને ફૂલરાણી કહું કે રાતરાણી !

મારાં માંહ્યલામાં આવી મહેકે હવે લળી લળી

એ પહેલાં,

ક્યાંક બોજા હેઠળ હું ન જાઉં કુબ્જા જેમ વળી વળી...

કોરોના એ તોડી નાંખી રહી સહી મારી કમર ગાળી ગળી..


તું જ હતી જીવન જીવવાની એકમાત્ર સરવાણી,

પણ, રે એ કિસ્મત ! તું તો રક્તનાં સગપણે પરાઈ નીકળી.

શું ધારી'તી ને શું તું નીકળી ! શું ખરેખર તું રહી નથી મારી ધૂપસળી !


તો હવે ભૂલવું જ રહ્યું તને, તારી કરમ કરતૂતો સંગ !

સ્વાર્થની ક્યારે થઈ ગઈ મૂરત, ન કેમ જાણી શકી હું તવ રંગ !

કહેવા પૂરતી જ રાખી છે તે એને 'મમ્મા' લોકલાજે કે પછી સ્વાર્થ તળે !

વેડફી જ નાંખી એણે જિંદગી તારી પાછળ વગર બદ ઈરાદે,

ઈશ્વર જ હવે જુએ, કર્મ તારાં ને એનાં ય, કર્મકહાની સાંભળી !


ન્યાય મળશે ક્યારેક તો, તુજ નહીં તો, મુજ હસ્તે નિરાળી,

રોકી શકે તો કર કોશિશ. લે આ ઊભી એ, તુજ પરનાં વાત્સલ્ય ભાવે ન રાખતી એને ટળવળી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract