STORYMIRROR

Mrugtrushna Tarang

Comedy Romance Thriller

3  

Mrugtrushna Tarang

Comedy Romance Thriller

રે લોલ

રે લોલ

1 min
197

ભર ભર ભરતી જાયે રે રેત કાઠમાં રે લોલ..

ના, રે ના, એ તો ભરતી જાય મારાં ભાગ્યમાં રે લોલ,


કે પળ પળ સાંભરે મને મારો વ્હાલમ ભીની બાથમાં રે લોલ,

કે હૈયે ઝીલ્યો ના ઝલાય રે બાલમ ભળી જાયે લ્હાયમાં રે લોલ..


કાન્હા રમવાને તેડતો જા રે વૃંદાવન રે લોલ,

કે ઢળતી સંધ્યાએ દીસે તું જ તું નૃત્યમાં રે લોલ...


રાધે સંગ કરું દોસ્તી કે માણી શકું રાસલીલા રે લોલ,

ગોપી સંગ ખેલું હોળી, માખણ જમાડું બની યશોદા મા રે લોલ...


કૃષ્ણાની ય બનું સખી, કર્ણને તેડાવું ઇંદ્રપ્રસ્થ રે લોલ,

પાંડવ કૌરવને સંપી રહેતા શીખવું, ભીષ્મને અપાવું ક્ષમા રે લોલ..


Rate this content
Log in

Similar gujarati poem from Comedy