પ્રવાસ
પ્રવાસ
કોઈના કજિયામાં પણ પોતીકી મીઠાશ હોય છે,
કોઈના મૌનમાં પણ વણમાંગ્યો કંકાસ હોય છે,
બનાવ્યા છે કુદરતે માનવી કેવા ભાત ભાતના,
કોઈ કરે વિનાશ, કોઈના મનમાં વિકાસ હોય છે,
સપનાં પણ બની જાય છે અચાનક હકીકત,
ક્યારેક હકીકત પણ લાગતી આભાસ હોય છે,
ભરતી પછી તો ઓટ ને પાછી આવે ભરતી,
પૂનમના પખવાડિયે કાયમ અમાસ હોય છે,
જવું હોય છે સૌને ઘરથી બસ સ્મશાન સુધી,
પણ કરવો પડતો 'સ્તબ્ધ' લાંબો પ્રવાસ હોય છે.
