પ્રકૃતિ
પ્રકૃતિ


વાય શીતળ વાયરો પ્રભાતે
ને વળી ઉષ્મ લહેરો મધ્યાહ્ને,
ઢળતે પહોરે નભ કેસરી રંગે
અઢળક તારા રચે આકાશ નક્ષત્ર રાતે,
ઠેલવા અંધકાર ચંદ્રમા પ્રકાશે
ઊગે પૂર્વમાં સવિતા રજત લહેકે,
મબલખ ભર્યા જળભંડાર પેટે
કૂવા વીરડા નદી તળાવ સરોવરે,
ડોલતો દરિયો સ્ત્રોત સહેજે
વરસતી વાદળી ભીંજવે દિલને,
ઊંચા ભાસતા ડુંગરા દૂરથી
લીલાછમ વન વસ્યા સત્ત્વ જીવથી,
ગુંજતા પંખીડા ચણતા ચા
ંચથી
વિહરતા નભમાં વળી શયન માળે કરે,
ભમરા પતંગિયા ફૂલડાં ચૂસતા
મળ્યે મોકો ઊડતાં ઘરમાં ઘુસતા,
લહેરાતી વાડીઓ લણવા ડુંડીઓ
ક્ષેત્રપાલ પ્રસ્વેદે ભરી ધોરીડા કુંડીઓ,
સુવર્ણ પેટાળ સંઘર્યા સંચર્યા દિલથી
સ્વૈર વૈભવ વસ્યો પૃથ્વીના અપાર પટમાં,
ગોંદરે ભૂલકા ભાગતા દોડતા બહુ રમે
મદમસ્ત માનવી દ્રવ્યમાં ભૂલો પડે,
પ્રકૃતિ પ્રેમથી અનુજ્ઞાત અનંત આપે
સમજદાર ભોગવે લોભિયા ભૂખે ભલે મરે.