Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Twisha Bhatt

Abstract

3  

Twisha Bhatt

Abstract

અરજ

અરજ

1 min
145

કળિયુગના આ કપરા કાળમાં,

ઝાલજે તું મારો હાથ કાનુડા;

મધદરિયે ઝોલાં ખાતી મારી,

જીવન નૈયાને તું તાર‌ કાનુડા.

પોતીકાં પણ થયાં આજ પારકાં,

છે તું જ મારો આધાર કાનુડા;

ભલે આખું જગ કરે તિરસ્કાર,

તું રહેજે મારી સંગાથ કાનુડા.

સત્કર્મોનાં બાંધીએ પોટલાં,

એવું મને ચારિત્ર્ય તું આપ કાનુડા;

પરોપકારનાં ભરી લઈએ ભાથાં,

પછી સ્વર્ગનો રસ્તો બતાવ કાનુડા.

જૂઠી મોહમાયા જગતની છૂટે,

એવી શક્તિ તું આપ કાનુડા;

અબૂધ એવાં તારાં આ બાળને,

શરણે તારાં તું રાખ કાનુડા.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract