પોષ
પોષ


માગશર ઊતર્યે આ પોષ આવ્યો,
સૃષ્ટિમાં આદિત્ય સંચાર વાવ્યો,
ભરપૂર ખીલે શીત શિશિર પોષે,
પૂષા પોષે અંગ નીર ક્ષીર શોષે,
પાંગરતો પ્રભાકર પુનિત કિરણે,
પડ્યો પ્રભાતે તૃણ તુષાર ચરણે,
બિન બાદલ નભ સ્વચ્છ ભાસે,
પૂર્ણ ખીલ્યો કાન્ત પૌષ્ય પાસે,
વરસ્યા વસાણાં પકવાન મીઠા,
સાકર શેલડી ખેતર પાક દીઠા,
ઊડ્યા ઊંચે પતંગિયા શિશુ હસ્તે,
ઉત્તરાયણે દિવાકર ઉત્તરે અસ્તે,
માગશર ઊતર્યે આ પોષ આવ્યો,
અંતે અતિ ટાઢ ને માઘ લાવ્યો.