પિતાનો હોય સદા માથે હાથ
પિતાનો હોય સદા માથે હાથ
હે..જી..
માતા વરસાવે હેત ઝાઝા ને પિતા તો આપે સદાય હૈયે હામ.
વ્હાલ તણી એ વેલરી, જીવનમાં સદા વરસે એના આશીર્વાદ.
જો. ને,
તપે જો બાળક પર તોય તાપ હોય એનો સૂરજ સમાન,
ગુસ્સામાં પણ હોય હિત સંતાન કેરું, સાચો ઈ પાલનહાર.
જો ને.
પુત્ર ભલે છોડે બાપને પણ પિતા કદી મેલી દીયે પુત્રની સંભાળ,
વ્હાલ સાચું એના હૈયે વરસે, એટલે જ ગણાય પિતા ભગવાન.
હે. જી..
માણસ ભલે મોટા બને પણ ભૂલે નહીં પિતા કેરો ઝાઝો પ્યાર
સામે મળે બાપ તો ઝૂકે નયન ઈ જ સાચા પુત્રની ઓળખાણ.
હે.. જી...
પૂજીએ ચરણ સદા પિતા કેરા, નિત્ય નમન કરી કરીએ બીજા કામ,
દુઃખ ન હોય કદીય જગમાં એને, જેને માથે હોય પિતાના આશીર્વાદ.
