પિંજરું ખોલ્યા કરે
પિંજરું ખોલ્યા કરે
સાંભળેલી વાતને મન ત્રાજવે તોલ્યા કરે,
લાગણીવાળું હૃદય એ મૂઢ થઈ શોધ્યા કરે,
આંખ રાખીને ઉઘાડી શૂન્યમનસ્ક ભાવથી,
તાલ જગના શાંત નજરે લોકમાં જોયા કરે,
રંગ પૂરતાં ચિત્રમાં જો વસ્ત્ર પર છાંટા ઊડે,
શું છબી બનશે ખુશીમાં ડાઘને ધોયા કરે,
જે ડરે એકાંત માંહી જિંદગીથી એકલા,
રોજ ખુદને ભીડના સહવાસમાં ખોયા કરે,
પાથરી તૈયાર રાખી જાળ પંખી આવશે,
‘દિવ્ય’જાણે પ્રેમથી એ પિંજરું ખોલ્યા કરે.
