પૌરાણિક કથાઓ
પૌરાણિક કથાઓ
આખ્યાનો, મહાકાવ્યો,
નવલ કથા અને ધર્મ ગ્રંથોમાં વાંચવા મળે પૌરાણિક કથાઓ,
હોય તેમાં ઈશ્વરના અસ્તિત્વની વાતો,
આ ધરતીના સર્જનની વાતો,
આ માનવીની ઉત્પત્તિની વાતો,
હોય રામ ને સીતાની વાતો,
હોય કૃષ્ણને રાધાની વાતો,
હોય દ્રોપદીનાં ચિર પૂર્યા એની વાતો,
પાંચ પાંડવો અને સો કૌરવોની વાતો,
પાંડવો અને કૌરવોની લડાઈની વાતો,
અભિમન્યુના સાત કોઠાની વાતો,
બાણાંવાળી અર્જુનની વાતો.
રામ અને રાવણની વાતો,
સીતાના હરણની વાતો,
રામ રાવણ વચ્ચેના યુદ્ધની વાતો,
રામના વિજયની વાતો,
ધર્મ ગ્રંથો અને શ્લોકોથી જાણવા મળે,
આ પૌરાણિક કથા,
નૈતિક મૂલ્યો માટે શીખ આપે આ કથા,
શારીરિક શક્તિનું ઘમંડ ન કરવા શીખ આપે આ કથા,
કર્મ કોઈને છોડતું નથી એ શીખ આપે આ કથા,
સચ્ચાઈની હંમેશા જીત થાય છે એ શીખ આપે આ કથા,
મા બાપની સેવા કરવા માટે શીખ આપે છે આ કથા,
એકલવ્ય જેવા વિદ્યાર્થી અને ગુરુ દ્રોણ જેવાં શિક્ષક બનવા શીખ આપે છે આ કથા,
કૃષ્ણ જેવા સારથી અને મિત્ર બનવા શીખ આપે છે આ કથા,
રામ જેવા આદર્શ બનવા માટે શીખ આપે છે આ કથા,
નૈતિક મૂલ્યોનું પતન જીવનમાં મુસીબતો લાવે એ શીખ આપે છે કથા,
માનવીનું જીવન ઘડતર કરે છે આ કથા,
ઈશ્વર સુધી પહોચવાની રાહ ચીંધે છે આ કથા.
