પાણી
પાણી


અરે તારા લીધે, અમ જીવનમાં, પ્રાણ ખિલતા
કૂવે પાણી તાજું, અમરત સમું, નીર નિતરે,
સવારે સાંજે ને, દિવસ ભર હું, અંબુ શરણે
અમારે પીવાને, સલિલ સરખા, કોણ મળશે,
તળાવે શોભાવે, સરવર ઘણાં, આબ મધુરાં
નદી માતા મોટી, જનજન તણાં, પોષણ કરે,
તરૂ પંખી પ્રાણી, તવ ઉપર સૌ, મોજ કરતાં
વળી ચોમાસે તું, નભ તરફથી, સૈર કરતું,
પયોદે પાણીની, ફરફર ધરી, ભેટ ધરતું
નદી નાળા કૂવા, જળ જળ ભરી, મ્હેર કરતું,
અરે તારા લીધે, અમ જીવનમાં, પ્રાણ ખિલતા
નિસર્ગે કૃપાથી, જગત ભરનો, ભાર હળવો.