નવી વેબસાઈટ
નવી વેબસાઈટ
પગરવે ખોળી કાઢી એક નવી વેબસાઈટ,
જ્યાં ભમે મનડું, સજવી દે એવી નાઈટ,
પ્લેયર્સ મળે કે ન મળે છો ડાન્સર્સ નવાં,
થનગની ઊઠે આપમેળે એજ સંગીત રાઈટ,
કોયલનો ટહુકો ને મોરનો મધુર કેકારવ,
કાન ફાડે એવા મ્યુઝિકની બંધ કર સાઈટ,
એકતાર લઈ ગાયાં અગણિત જૉનર નવાં,
કહેતાં સૌ કે, તારું તો ફ્યુચર છે બૌ બ્રાઈટ,
પણ, ચારેક આલ્બમ પછી ઠપ થ્યું સઘળું !
ન્થ ફેંકતાં હવે કોઈ એના પર નિયોન લાઈટ,
સૂર એ, સાજ પણ એ તોય ટેસ્ટ બદલાઈ ગ્યો,
રિમિક્સે ગાયકીની પુંગી કરી નાંખી ટાઈટ,
સજળ નેત્રે જોવાને રહી નહીં જાહોજલાલી
'તરંગ' શોધ નવું યંત્ર, ઊડાડે ઊંચે તારી કાઈટ.

