મને પ્રકૃતિનું ગજબ આકર્ષણ છે
મને પ્રકૃતિનું ગજબ આકર્ષણ છે
હું તો પ્રકૃતિ પ્રેમી, મને પ્રકૃતિનું ગજબ આકર્ષણ,
આ લીલું કુમળું ઘાસ તો મને મારી માંની ગોદ જેવું હૂંફાળું લાગે,
આ મારા બાગના ફૂલો જાણે ઈશ્વરે મને લખેલા પત્રો લાગે,
જાણે એક ઉમ્મીદ એક આશાની કિરણ આપે !
આ ઊંચા ઊંચા વૃક્ષો જાણે ! ખુદાની ઇબાદતમાં લીન હોય એવું લાગે !
જાણે મને ખુદાનું ઝિકર કરવા પ્રેરિત કરતા હોય એવું લાગે !
આ ટહુક્તા પંખીઓ જાણે ઈશ્વરના સર્જેલા સંગીતકાર લાગે !
જાણે પોતાની ભાષામાં ઈશ્વરની સ્તુતિ કરતા હોય એવું લાગે !
આ વૃક્ષોના પર્ણો જાણે કથ્થક નૃત્ય કરતાં હોય એવું લાગે !
જાણે એ પણ ગરબો રમતા હોય એવું લાગે !
આ ખળ ખળ વહેતી નદી જાણે કોઈ અલ્લડ યુવતી લાગે !
જિંદગી મોજથી જીવવા માટે પ્રેરિત કરતી હોય એવું લાગે !
આ પાકેલા મીઠા ફળો જાણે ઈશ્વરની નજદીક મને લાવે !
જાણે જીવનમાં નમ્રતા રાખવા માટે પ્રેરિત કરતા હોય એવું લાગે !
આ આકાશ તો જાણે ઈશ્વરની અનંત અસીમિત દયાનો મને અહેસાસ કરાવે,
તકલીફમાં રાહતનો ઈશારો મને એ સમજાવે !
આ ખરતા પર્ણો મને જિંદગીની સચ્ચાઈ સમજાવે,
નામ એનો નાશ એ સનાતન સત્ય સમજાવે,
હું તો છું એક પ્રકૃતિપ્રેમી, મને પ્રકૃતિનું ગઝબ આકર્ષણ,
બસ જોને નીત નવી ગઝલ લખવા એ જ તો મને પ્રેરિત કરે છે.
