STORYMIRROR

Aniruddhsinh Zala

Comedy Inspirational Children

4  

Aniruddhsinh Zala

Comedy Inspirational Children

મઘમઘતી રસોઈ માવડીના હાથની

મઘમઘતી રસોઈ માવડીના હાથની

1 min
286

હે,જી,

કલાડીએ મેલે માવડી જો રોટલો, સુગંધ ચારેકોર એની વર્તાય 

વધાર શાકનો મઘમઘતો, માવડીની રસોઈની વાત જ નો થાય,


જો,ને, 

હેત ભળે મા ના હૈયાનાં ને રસોઈ કેરી મ્હેક ચારેકોર ફેલાય

પાણી આવે મુખમાં જોતાં ચુલ્હા પર રસોઈ ને વ્હાલ વરસાવતી માત,


જો,ને, 

મિલ્કત છે અણમોલ સ્નેહ જગમાં, સાચવો જતનથી સહુ કોઈ 

સ્નેહ સૂકાતા સ્વાર્થ પ્રગટે હૈયે, બરબાદ પછી જીવન હોય,


હે, જી,

સ્નેહથી સાચવીએ સ્નેહીને, દુઃખ સહીને પણ આપજો સુખ 

સ્નેહ ગંગા સમો પાવન સદા, સ્વાર્થ સંગે સ્નેહ કદીય નવ હોય,


હે, જી, 

શિયાળે ભલો જોને રોટલો અને ઉનાળે મનગમતી હોય છાશ 

ઓલા ચોમાસે ચૂસીએ લીંબુ ઝાઝા, મારી માવડીની રસોઈ બારેમાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy