STORYMIRROR

Nilam Jadav

Abstract Children

3  

Nilam Jadav

Abstract Children

મારા વીરાને બાંધું રૂડી રાખડી

મારા વીરાને બાંધું રૂડી રાખડી

1 min
332

આવ્યો આવ્યો રક્ષાબંધનનો તહેવાર,

ને સાથે લઈ સ્નેહ કેરો શણગાર,

મારા વીરાને....


મનમાં છે ખૂબ થનગનાટ,

ને ઘરમાં છે પ્રેમનો કિલકિલાટ,

મારા વીરાને.....


એના કપાળે કુમકુમ તિલક લગાવું,

ને એને હર્ષ કેરી લાગણીથી વધાવુું,

મારા વીરાને....


એને મનગમતા બનાવું ભોજન,

ને જમાડું પીરસીને પકવાન,

મારા વીરાને....


સાથિયા દોરી થાળીમાં દીવો કરું,

ને અંતરના આશિષ સહ આરતી ઉતારું,

મારા વીરાને....


પ્રાર્થના કરું એના લાંબા આયુષ્યની,

ને યાચના કરું એના સુખમય જીવનની,

મારા વીરાને.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Abstract