STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Comedy

3  

Ramesh Patel (Aakashdeep)

Comedy

લોકશાહીની લાડલી

લોકશાહીની લાડલી

1 min
44

લોકશાહીની લાડલી રે….રમેશ પટેલ(આકાશદીપ)


લાડલી,   લોકશાહીની લાડલી રે

લાડલીના    લગનીયાં   લેવાય

હાલો હાલોને લોકશાહીની જાનમાં

 

પાંચ પાંચ વરસે આવ્યાં ટાણાં રે

લોકશાહીને  દઈએ  સન્માન

હાલો હાલોને લોકશાહીની જાનમાં

 

મળતીયાઓએ બાંધ્યો રૂડો માંડવો રે

લાભીયા   પીરસે    પકવાન

લાગે વ્હાલાં જે ગાય ગીતડાં,

જાહેરમાં વચનોની લ્હાણ

હાલો હાલોને લોકશાહીની જાનમાં

 

સાળીઓ થઈ આજ કોયલડી રે

શેરીએ ટહુકે દિન રાત

સાળા એ બાંધ્યા છે ઢોલકાં રે,

ફોઈઓ ફૂંકે શરણાઈ 

હાલો હાલોને લોકશાહીની જાનમાં

 

સામા મળ્યા ને નવાજ્યા ભાવે

દીધા કાકાઓને હુલામણા નામ

નાણા કોથળી મૂકી છૂટી રે,

દોડે ગાડીઓની વણઝાર

હાલો હાલોને લોકશાહીની જાનમાં

 

ટિકિટ ના મળે એ ચાલ્યા રીસામણે રે

ચાલે અવળી રે ચાલ

વાટે ફરકાવે કાળા વાવટા રે,

મળ્યા શત્રુ મેદાન

હાલો હાલોને લોકશાહીની જાનમાં

 

નેતાજી અમારા લાડલા રે

જીભે ફરે રે કટાર

મોકલ્યા સામે બે ડાઘીયા ને,

વિરોધીઓના કરડ્યા છે કાન

હાલો હાલોને લોકશાહીની જાનમાં

 

વિરોધીઓ ફૂલે થઈ ફાળકે રે,

માઈકમાં ઘૂરકે અપાર

ધાંધલ ધમાલની મોંકાણ મોટી રે

પોલીસે કીધી ધુલાઈ

હાલો હાલોને લોકશાહીની જાનમાં

 

કોણ પરણે ને કોણ હાલ્યા જાનમાં

પ્રજા કરજો રે વિચાર

જડશે નેતા કોઈ સાચલો રે,

દેજો મત વિચારી સુજાણ

લાડલી લોકશાહીની લાડલી રે

લાડલીના લગનીયાં લેવાય… હાલો હાલોને લોકશાહીની જાનમાં


Rate this content
Log in

Similar gujarati poem from Comedy