લગાવી મેં મહેંદી - હઝલ
લગાવી મેં મહેંદી - હઝલ
તમે પાણી ભરી આવો, લગાવી મેં મહેંદી !
સફાઈકામ શોભાવો, લગાવી મેં મહેંદી !
થયાં મેલાં ઘણાં કપડાં, બધાં ધોજો ઘસીને,
પછી આ ઠામ ચમકાવો, લગાવી મેં મહેંદી !
ગઈ છે વીજળી ને ખૂબ પરસેવો વળે છે,
ઝડપથી વાયુ રેલાવો, લગાવી મેં મહેંદી !
ઘઉં ચોખ્ખા થયા નહિ, ને ફરે મુજથી ન ઘંટી,
દળીને લોટ ઉપજાવો, લગાવી મેં મહેંદી !
હવે 'સાગર' પગે પીડા મને ઝાઝી વલોવે,
દબાવો ઝટ, ન તડપાવો, લગાવી મેં મહેંદી !
