STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

લાડવો

લાડવો

1 min
168

હા હું લાડવો...

પહેલા ભાઈ હું બઉ વખણાતો

લગન સાથે મારે ખાસ નાતો

બૈરી (લાપસી) સવારે હું સાંજે

થાળીમાં પીરસાતો,


હા હું લાડવો....

હવે જમાનો કેવો આયો

બામણને પણ હવે નહીં ભાવતો

એય ક્યારે શકનનો ખાતો

ભૂલી ગયા ને..


હા હું લાડવો....

કેવી મોટી નાત થતી'તી

બામણની મોટી ફાંદ થતી'તી

બામણ હવે પાતળો થઈ ગયો

કેમ ના થાય મને ભૂલી ગયો,


હા હું એ લાડવો...

ઘઉંનો ચોખ્ખા ઘીનો બનતો

સાકરનો સ્વાદ મારો ના જાતો

ખસખસમાં હું રગડાતો

ટીપી ટીપીને હું મલકાતો,


મારો એ દા'ડો કઈ ગ્યો

ભૂલી ગયા ને

હા હું એ લાડવો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract