STORYMIRROR

Sunita B Pandya

Comedy Drama Tragedy

2  

Sunita B Pandya

Comedy Drama Tragedy

ક્યારે ગોઠવાશે ?

ક્યારે ગોઠવાશે ?

1 min
2.8K

લોબડી લીલાનું ગોઠવાઈ ગયું લાલા સાથે,

જાડા જીગલાનું ગોઠવાઈ ગયું જીગી સાથે,

કાળી રૂપાલીનું ગોઠવાઈ ગયું રૂપરામ સાથે,

જાણે કાગડીનું ગોઠવાયું હંસલા સાથે,

ક્યારે ગોઠવાશે મારું ?


સૂટ બુટ પહેરીને નીકળું છું છોકરી જોવા,

હાથે પહેરી છે બ્રાન્ડેડ ઘડીયાળ,

દાંતને સાફ કરાવી દીધાં,

પર્સનાલીટી ડેવલમેન્ટના કોર્સ શરૂ કર્યા,

તોયે કોઈ છોકરી હા નથી પાડતી,

ક્યારે ગોઠવાશે મારુ ?

જ્યોતિષના પણ ધક્કા ખાઈ આવ્યો,

એકવીસ મંગળવાર ને સોળ સોમવાર કર્યા,

રવિવારે દાન કર્યું ગરીબોને,

શિવ શક્તિની આરતી કરી,

શીઘ્ર મંગળફેરાની પ્રાર્થના કરી,

એકાવનસો જાપ કર્યા,

કેટકેટલી તો બાધાઓ કરી,

તોયે લગ્ન થવામાં બાધાઓ આવી,

ક્યારે ગોઠવાશે મારું ?


કેટકેટલાં તો સપનાં સજાયાં મેં,

બેન્ડવાજા સાથે જઈશ લેવા પ્રિયતમાને,

ફૂલની માફક રાખીશ એને,

ભવિષ્યનું આખું પ્લાનિંગ કરી દીધું,

રસોઈ બનાવતા યે શીખી લીધી,

બાળકો પણ વહાલાં લાગે છે હવે,

પણ કોઈ છોકરી હા જ નથી પાડતી,

ક્યારે ગોઠવાશે મારું ?


માતાજીના મંદિરે દર્શન કર્યા,

ગુલાબના ફૂલનો હાર પહેરાવ્યો,

વરમાળા હાથમાં પકડવાની જોઉં છું રાહ,

લગ્ન કરવાની લગની લાગી,

કામ કાંઈ સૂઝતું નથી,

કેવી આ બિમારી લાગી,

ડોકટર પાસે ઈલાજ નથી,

સપનાંમાં જોઈને ઐશ્વર્યા હરખાઉ છું,

અસલમાં જયા ભાદુરીએ મળતી નથી,

ક્યારે ગોઠવાશે મારું ?


સલૂનમાં આંટો મારી આવું છું અઠવાડિયે,

તૈયાર થઈને ગર્લ્સહોસ્ટેલની બહાર ઉભો રહું છું,

જાણે ક્યારે કોશિશ કામિયાબ થઈ જાય !

લગ્નપ્રસંગે આપવા લાગ્યો છું હાજરી,

કોઈકના છોકરાં માંડું છું રમાડવા,

ઇમ્પ્રેસ કરવા કરું છું અવનવા અખતરાં,

ક્યારે ગોઠવાશે મારું ?


Rate this content
Log in

Similar gujarati poem from Comedy