ક્ષણભર
ક્ષણભર
મૌનનો મૌન છે ઉત્તર હવે
શબ્દો ક્યાં છે પગભર હવે,
કર્યા ઉજાગરા આંખોએ જે,
માંગે છે એનું વળતર હવે,
ગયા ત્યારે સ્મિતમાં દર્દ તો હતું,
આવ્યા તો આંખો છે ઝરમર હવે,
ભૂલ કરવાની તૈયારીમાં જ છું !
દુનિયાની પ્રતીક્ષા છે ક્ષણભર હવે,
એ વાતો તમે ન ભૂલ્યા, મેં યાદ રાખી,
હિસાબ યાદોનો છે સરભર હવે.

