ખલનાયક બનશે નાયક
ખલનાયક બનશે નાયક


આજનાં આધુનિક તંત્રયુગનાં
એક સ્ટુડન્ટે
ટીચર તરફ ઉદ્ગાર કર્યો,
''ઓ એડવાન્સ્ડ યુગનો દેહાતી ટીચર,
કેવળ ભણાવી ગણાવી પંડિત બનાવ્યે નહીં ચાલે..
કરગુજર કંઈ નવનીત, નૈં તો દુકાન તારી બંધ થૈ જાશે..
... શીખવાડતાં શીખ સ્ટુડન્ટ્સને લવની વિચિત્ર ટેક્નિક,
આપ હવે તો બની લવગુરુ અનોખી મેજિકલ ટિપ્સ ટેકટિક...
શાયદ, એડવાન્સડ જનરેશન તને એક્સેપ્ટ કરી લે
અને, તારો પણ ઘરસંસાર મોર્ડનાઇઝડ થઈ જાય..
કંટાળી ગયો છું હું પણ હવે તો
તમારાં સહુની જીવન ઘડતર કેરી વાતો સાંભળી સાંભળીને...
અબ ઘડી કર બધું બંધ, નહિંતર આ હું ચાલ્યો છોડી તમને !"
તગતગતું સીસું કાનમાં રેડાતું અનુભવતાં ટીચરે ય સૂર આલાપ્યો -
"જેને જવું હોય અબ ઘડી
ચાલતો થાય એ અહીંથી..
પ્રેમલા પ્રેમલી બનવા કાજે જ
જો આવ્યાં હોવ અહીં..
તું જ ચલાવ 'લવગુરુ'નો તખ્તો ઓઢી
ક્યાંક બીજે કલાસ લવ શવનાં જોડી..
શિક્ષા, ક્ષમનું કર્તવ્ય કરી જાણીએ
અમે શિક્ષક ....
બેઇમાની નથી અમારાં રક્ત મહીં,
છેતરપિંડીથી કમવી ન જાણ્યે અમે દહીં !
કદાચ મેળવી શકો ઈશ્કબાજી
ધન દૌલત-ઝવેરાત કે ડરથી,
પણ, જિંદગી જીવવાનું હુન્નર
રડ્યું ખડયું ન રળી જાણ્યું જ્યારે
આત્મહત્યા કરવા પ્રેરાય છે
આજનો એડવાન્સ્ડ યુવા વર્ગ ત્યારે..
મોંઘવારીને પહોંચી વળવા ટાણે
કરવાનું વિચારે ચોરી, ખૂન ને ચિટિંગ
અને અંત સર્જાય એનું પુલિસ થાણે...
ચીજો થઈ ગઈ મોંઘીદાટ
ને, માણસ થઈ ગયો છે સસ્તો ફાટ..
રે સ્ટુડન્ટ ! પ્રેમથી નથી ચાલતું જીવન,
કે નથી ચાલતું ચેનચાળાથી ય કવન !
ફિલ્મી દુનિયા તો છે
ફક્ત મેળવવાને મનોરંજન...
સમયસર સમજી લે ઓ નાદાન !
ક્યાંક ન બની જાય તું બેઘર કે ઘોંઘાટ !
એ નાસમજ સ્ટુડન્ટ ! શિક્ષક છું...
જીવન જીવતા શીખવી શકું..
જીવન નિર્વાહ કાજે બેઇમાની નહીં..
અને, ઇશ્ક, મહોબ્બત જો હોય શીખવી
તો, ઈશ્વર ભક્તિ શીખ...
કાચી માટીની ચાહત નહીં શીખવી શકું ...
અંતિમ વાર કહીશ
બસ, એક જ વાત...
બંધ કર અહીં આવવાનું...
તમાશો કરવાનું...
પ્રેમક્રીડા બાબતે બબડવાનું...
નહિંતર..
ગર ભૂલથી
જો જાગી ગયો
અંતરાત્મા એક આદર્શ શિક્ષકનો..
... તો, પ્રેત થઈ તને
ઈમાનદાર કરી છોડશે..
તારી બેઇમાની તને ભારે પડશે !
'ખલનાયક' તારામાંનો
તને 'નાયક' બનાવી મૂકશે !
- હા, હા, હા, હા,..