STORYMIRROR

Hemisha Shah

Abstract

4  

Hemisha Shah

Abstract

જન્મદિવસ

જન્મદિવસ

1 min
331

એક નવી સવાર સાથે 

જાણે રાતના બાકી સપનાં જાગે,

 

નથી કશું બદલાયું 

તોય ઘણું નવીન લાગે,


ઝાકળ આજે ખુબ ચળકતું દીઠું 

નવા છોડે જીવન ખીલતું દીઠું,

 

નવી આશાઓ ઉડાન ભરતી

ઉદાસીનતા પછી કેવી ખરતી,


નહીં આવે ક્ષણ આ પાછી 

ઉજવી લઈએ ઉમંગે નાચી,


જન્મદિવસ આવે એક વાર 

ખુશીથી ઉતરે વર્ષનો ભાર,

 

જન્મદિવસના વધામણાં

જાય દરેક વર્ષ સોહામણા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract