ઝાકળ
ઝાકળ
ચઢ્યો આકાશ ચાંદલિયો સમાયો સૂર્ય સાગરમાં,
જડ્યો અવકાશ પળ બે પળ સમયની હેમ સાંકળમાં,
ઉકળતા આસમાને એક ટીપું શ્વાસ મળતો ના,
ઊડ્યો લઈ પાંખ સાથે પણ રહ્યું દિલ કેદ ઝાકળમાં,
અજબ માયા નયનની જાદુગર એ મૌનની ભાષા,
લડ્યો હું જાત સાથે પણ ન જીત્યો વાણી સાકરમાં,
તમે ના આવ્યા તોયે જડી છે દ્વાર પર આંખો,
તમારાં આગમનની છે પ્રતીક્ષા શ્વાસ આખરમાં,
ચિતાએ ના ચડે કોઈ મૂઆ કે જીવતાં બાળે,
ભરેલાં લાગણીના નીર આંખે કાણી ગાગરનાં.
