હૂર પરી
હૂર પરી
કોણ રે જોતું વાટ ક્યાંક કોઈ દિશાએ
અજાણી નવી દુનિયામાં હં કે મારી.. !
જોયા, જાણ્યા વગરેય શાને ઈ ખરી
રહી નામ મારું વારેઘડિયે પોકારી... !
કોને કહું આ નવી અજુગતી વાત્યું !
ને કોને પૂછું ત્યાં જવાનો માર્ગ ઓ માડી !
કેવી હશે નોખી ઈ દુનિયા ને નોખાં લોકો !
કહેણ પારખી જાતા હશે શબ્દ ન ઉચ્ચારી !
મનપસંદ શું મળતી હશે ત્યાં જોડીઓ નવી
ફેરબદલ પણ થતી હશે કે બંદર ને મદારી !
ખોવાયેલી સંગિની ય જડતી હશે કે વહેલી
કે ખોવાતી જ નૈં હોય, આશ જાય ઠગારી,
ઈશ કે, બૌ કૂદતો'તો ને બીજે ગ્રહે જાવાને
શું થ્યું, ન જડી બીજી જન્નતનશી હૂર પરી !
એક જ ન્થ સંભાળાતી, બીજી લૈ શું કરું ?
હે પ્રભુ ! ભક્ત તારાને લે હવે બસ ઉગારી !
ખૈ રહ્યો કસમ ઘરવાળીની, નૈં પજવું એને
શ્રાવણી સોમવાર કરીશ ઉપવાસ ફરી ફરી.

