હરખપદુડો લાલિયો
હરખપદુડો લાલિયો


"ટાલિયો" કહીને ચીડવતો ટીનીયો લાલિયાને,
લાલિયો બોલ્યો,
"મુજ વિતી તુજ વીતશે,
આજ મારી વારી, કાલ તારી વારી આવશે.
આજ મારાવાળી, કાલ તારાવાળી આવશે ત્યારે તને સમજાશે
આજ મારે પડી ટાલ, કાલે એ તારા માથે ટાલ પાડશે.
લાડુું ખાધો હતો મે તો હરખપદુડા થઈને,
હવે તો મોઢું ધોવું પણ ના મારા હાથમાં.
તાળીઓ પાડવી પણ ના મારા હાથમાં,
માત્ર ગાળીઓ ખાવી જ મારા હાથમાં.
મનમાં લડુું ફૂટ્યા હતાં,એટલે ચોંટાડ્યો હતો બાપે માંડવે
હવે તો પાપડ ભાંગવો પણ નહિ મારા હાથમાં.
તલપાપડ થયો હતો લગન કરવા માટે
હવે તો પાપડ ભાંગવું પણ નથી મારાં હાથમાં
મોહનથાળ ખવડાવ્યો હતો જેમને એમને પણ ન હું યાદ આવ્યો
હાર પહેરાવ્યો છે જ્યારથી ત્યારથી "હાર" જ આવી છે જિંદગીમાં
આવશે સુવર્ણ સવાર એક દા'ડો,
તે આશાએ બ્રહમમુહૂર્તમાં હું ઊઠું
લમણે હાથ લઈને બેસ્યો હતો
લમણાએ પણ ધક્કો મારીને દૂર કર્યો મુજને
ને બોલ્યો મને ના લાવ વચમાં તું,
ડોળા કાઢીને જોવે એ રીતે મુજને,
જાણે નજદીક આવી મારી આલિયા ભટ્ટ,
વાત વાતમાં કાઢે એવાં ડોળા,
કે છીંક ખાઈને છટકી જાઉં હું સીધો બાલ્કનીમાં,
ખોટા ખોટા કરવા પડે વખાણ એવાં કે,
વખાણ પણ ખાણમાં પડવા થઈ ગયો તૈયાર,
એ ગળ્યું બનાવે તો પણ કહેવું પડે ગળ્યું,
ને કડવું બનાવે તો પણ કહેવું પડે ગળ્યું.
કારેલું પણ જાણી ગયું મારી સ્થિતિને,
મારો ભેરુ બનવા થઈ ગયું તૈયાર.
ગમે તેટલી કડવી હોય,
સ્વીટી કહીને બોલાવવી પડે,
સાત ફેરા ફર્યો એ ફર્યો,
હવે તો કોલેજના સાત ચક્કર લગાવતા પણ ગભરાઉં હું."