STORYMIRROR

Nayana Charaniya

Abstract Tragedy

3  

Nayana Charaniya

Abstract Tragedy

હા, હું એક સ્ત્રી છું

હા, હું એક સ્ત્રી છું

1 min
147

પુત્ર જન્મે વહેંચાય પેંડા

ને મારા જનમે જલેબી

અરે ! હા, હું એક સ્ત્રી છું,


મારા તો અનેક અવતાર

ને દરેક અવતારે નવો જન્મ

અરે ! હા, હું એક સ્ત્રી છું,


પૂરા કરવા દરેકના સપનાં 

સપનાં વિનાની રાત મારી

અરે ! હા, હું એક સ્ત્રી છું,


સપનાં મને મારી હદના જોવા 

કારણ કે સંસ્કારો મારા જ ઘરના

અરે ! હા, હું એક સ્ત્રી છું,


અજાણ્યા રસ્તે જો કોઈ બોલે,

તો એને બોલવા દેવું અપશબ્દો

વાહ ! હા, હું એક સ્ત્રી છું,


સંસ્કારોની બેડીઓ ફૂલોની સેજ છે

ભૂલીને પિયર મારું સાસરુ કરવું પોતાનું

અરે ! લજજા જ મારું ઘરેણું હું એક સ્ત્રી છું,


વેદના, સંવેદના, પીડા, ખુશી પણ ક્યાં મારા ?

એતો જોવા, અનુભવવા પરિવારમાં સારા ! 

વાહ ! હું એક સ્ત્રી છું મારે જાણવું એ સારું,


ન જોઈએ મને આપો દરજ્જો માત્ર સ્ટેટસમાં

ન આપો મને નામની મારી તખ્તીઓમાં અપડેટમાં,

ન માનો મને લક્ષ્મી કે દુર્ગા બસ માનો કે હું એક સ્ત્રી છું,


નહિ બનાવો આ મહિલા દિન વિશેષ તો ચાલશે મને

નહિ બતાવો મારું મહત્વ દિન વિશેષ તો ચાલશે મને

 ' હું એક સ્ત્રી છું ' ગર્વ અનુભવું એવું તો ચાલશે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract