Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Abstract Romance Fantasy

3  

Prashant Subhashchandra Salunke

Abstract Romance Fantasy

ગમ રહેવાનો

ગમ રહેવાનો

1 min
133


આપી નથી શકતા, ત્યારે (જીવ) લીધાનો ગમ રહેવાનો,

વસે જીવમાં શિવ ક્યારેય નહિ નિયમ વીસરવાનો,


ધરતી છે સહુની, ત્યારે અધિકાર સહુનો રહેવાનો,

હત્યા કરી નિષ્પાપની, કેમ ઘડો લહુનો ભરવાનો ?


મૂંગા જીવ સાથે, જો પ્રેમ નશ્વર કરવાનો,

વારો આવે નહીં, કદી તવ ઈશ્વરથી ડરવાનો,


ભરો એટલું ભરે ! પેટ સ્વભાવે ક્યાં ઉદાર રહેવાનો !

તવ પાપી માટે, શબોનો કેમ બજાર સજાવાનો ?


અતૃપ્ત જીભને મોહ ષડરસનો આજીવન રહેવાનો,

તવ સ્વાર્થી માટે ભોળા જીવોનો કેમ ઉપવન ઉજાડવાનો !


થાક્યા કરી ફરિયાદ, ત્યારે લીધો નિર્ણય મૂંગો રહેવાનો,

તવ અબોલા લીધેલાને, કેવી રીતે ગૂંગો ગણવાનો ?


“રકત વહેવાનું છોડે નહિ” આ કાયમ સંતાપ રહેવાનો,

સુધર “પ્રશાંત” નહિતર, આવશે વારો પશ્ચાતાપ કરવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract