STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

ગીત ગાઉં છું

ગીત ગાઉં છું

1 min
246

જામ ભરેલા ગીત ગાઉં છું

ધડકે એવા ગીત ગાઉં છું,


હાથ ચૂમી સાથ ગાઉં છું

આંખનો પલકાર ગાઉં છું,


પગલા કેરી રજ ગાઉં છું

ફૂલોની સુવાસ ગાઉં છું,


જીવનનો આભાર ગાઉં છું

મળેલી આ સૌગાત ગાઉં છું,


સાકીનો આભાર ગાઉં છું

ખુદાનો અંદાજ ગાઉં છું,


પ્રેમનું હું માપ ગાઉં છું

દરિયા મહી અગાધ ગાઉં છું,


નદી મહીનું ગહન ગાઉં છું

કિનારાની મંઝિલ ગાઉં છું,


જે તારું છે એ ગાઉં છું

આપણું સહિયારું ગાઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract