ઘરડા નથીથવું
ઘરડા નથીથવું
પત્નીથી વધારે પડોશણને કરું પ્યાર,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
કોઈ ના પાડે તો પણ બકબક કરીશ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
તમે પધારજો ના કહો તો પણ આવીશ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
દાળભાત છોડી પીઝાબર્ગર ખાવા છે,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
ધોતી ઝભ્ભો છોડી ડેનીમ જીન્સ જોઈએ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
વરસાદમાં ભીના થૈ ભજીયાં ગરમ ખાઉં,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
કૌટુંબિક ફીલમ છોડી 'એડલ્ટ'ની મોજ માણું,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
ભમરાની માફક બાગમાં ફૂલો પર મંડરાવું છે,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
નખરાળી લલનાને જોઈને કરવું છે ટીખળ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
ગોગલ્સ સાથે બાઇક પર બેસી વગાડું સિસોટી,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
વ્હીલચેર નહીં, મેરેથોન દોડમાં લેવો છે ભાગ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
રિટાયર નોકરીમાંથી, નવું જીવન નવી 'પેશન',
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
બાંકડાની જમાતમાં નહીં, 'કાપુચીનો'ની ચુસ્કી,
કેમકે મારે ઘરડા નથી થવું યાર !
ટેસ્ટ પતી, વનડે પતી, ટી-૨૦માં ચોકાછક્કા મારું,
કહ્યુંને -- મારે ઘરડા નથી થવું યાર !

