STORYMIRROR

Dipti Inamdar

Abstract Inspirational

4  

Dipti Inamdar

Abstract Inspirational

ગબ્બર ગોખ

ગબ્બર ગોખ

1 min
305

માડી નોરતાની રાતે 

આવ્યા નરનારીની સાથે 

ચટકરંગી ચુંદડી ઓઢી

નીસર્યા રે,


પહેલા નોરતે મા પ્રગટ થયા,

બીજા નોરતે બેસી બાજોઠે,

કે માડી નોરતાની રાતે,


ત્રીજા નોરતે ત્રિશૂળ ધરી 

ચોથે સંહારિયો મહિસાસુરને કે માડી

કે માડી નોરતાની રાતે,


પાંચમે નોરતે પ્રસન્ન માડી

છઠ્ઠી નોરતે સોળે શણગાર સજી

કે માડી નોરતાની રાતે,


સાતમે નોરતે રમે મારી માવડી

આઠમે હોમ હવન કરીએ

કે માડી નોરતાની રાતે,


નવમે નવ નોરતાના નૈવેદ ધરાવું

દસમે દશેરો પૂજાય

કે માડી નોરતાની રાતે,


માડી નોરતાની રાતે 

આવ્યા નરનારીની સાથે 

ચટકરંગી ચુંદડી ઓઢી

નીસર્યા રે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract