STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

એવી મારી હાલત છે

એવી મારી હાલત છે

1 min
197

નવલકથા લખતો માણસ

જ્યારે હાયકુ લખવા જાય

એવી મારી હાલત છે,


કલમ જોડે નિસ્બત નથી કાઈ

ને લખું લખું થાય

એવી મારી હાલત છે,


પગલે પગલે ગોથાં ખાતો

તોય પગ થનગનવા જાય

એવી મારી હાલત છે,


ના પૂછો તો બહુ સારું છે

ના રે'વાય ના સહેવાય

એવી મારી હાલત છે,


સામ દામ દંડ ભેદ

બધું મુજ પર અજમાવાય

એવી મારી હાલત છે,


દરિયામાંથી મીઠું બરાબર

આતો કહે છે નદી છુટ્ટી પાડ

એવી મારી હાલત છે,


કરો કતલેઆમ મારી

કાપો પણ લોહી ના નીકળે

એવી મારી હાલત છે,


સમજાવવાનો વખત નથી ને

સાચું ના કહેવાય

એવી મારી હાલત છે,


રણનો પ્રવાસી કાયમનો છું

છતાં મૃગજળ છેતરી જાય

એવી મારી હાલત છે,


લીધા સંગાથે જેને તેને

ખિસ્સા કાપી જાય

એવી મારી હાલત છે,


ચાદર ટૂંકી પગ પહોળા છે

ને ટૂંટિયું ના વળાય

એવી મારી હાલત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract