દાદાઈ વાણી જગ કલ્યાણી
દાદાઈ વાણી જગ કલ્યાણી
દાદાઈ વાણી જગકલ્યાણી…ગુરુ વંદના. અષાઢી પૂનમ જ્ઞાન અજવાળું ગુરૂ તમારું શરણું અતિ ન્યારું અનંત સફર આ રાગ-દ્વેષની જિંદગી જટિલ હું જાણુંધરી શીરે બંધન બાહ્ય જગના ભૂલ ખુદની કેમ ભાગું ?
ગુરૂ તમારું શરણું હું માગું દિશાઓ ચાર જ અંતઃકરણની મન, બુદ્ધિ, ચિત્ત અહંકારુંનિત આ પરસત્તા સ્વસત્તા ધારું કેમ કરી ભાવ કલુષિત ટાળું ?
ગુરૂ તમારું શરણું હું માગું મહેમાન કુદરતનો હું અણમોલોનિજ દોષ શમન હું માગુંમળી દૃષ્ટિ પ્રતિક્રમણની અવિશ્વાસ જ્યોત જગાઉં ગુરૂ તમારું શરણું હું માગું ઝીલી દાદાઈ વાણી જગ
કલ્યાણીસચ્ચિદાનંદ રૂપ નિહાળું જ્ઞાતા-દૃષ્ટા ગુરૂ પરમાનંદી જ પરમ વિનયે ભાળું ગુરૂ તમારું શરણું હું માગું સાચા સુખનું જનક જીવન હું યાચું ગુરૂ તમારું શરણું હું માગું
